Gujarati Language For Talati, GSRTC Exam GSSSB Clerk Exam & Other Competitive Exam ('શ' થી 'હ' સુધી શરૂ થતી)
'શ' થી 'હ' સુધી શરૂ થતી
1. શઠમ પ્રતિ શાઠયમ - દુષ્ટ સામે દુષ્ટતા
2. શિર સલામત તો પઘડિયા બહોત - કોઇ પણ રીતે માનવી બચી જાય તો સાધન સંપતિ ઘણી મળી આવે
3. શેઠ આવ્યા તો કહે નાખો વખારે - ઘટિત સત્કારનો અભાવ
4. શેરડી ભેગો એરંડો પાણી પીએ - એકની સાથે બીજું પણ લાભ લે
5. શેરડીનો સાંઠો પૂછડાં લગી ગળ્યો ન હોય - કોઇપણ માણસ સર્વગુણ સંપન્ન ન હોય
6. શેરને માથે સવા શેર - એક કરતા બીજો બળવાન હોય જ
7. શ્રમ વગરનું પ્રારબ્ધ લૂલું - પુરુષાર્થ આગળ નસીબ પાંગળું
8. સંઘરેલો સાપ પણ કામમાં આવે - કોઇ ચીજ વસ્તુ નકામી નથી હોતી
9. સંપ ત્યાં જપ - સંપથી શાંતિને સુખ મળે
10. સંમદર તરીકે ખાબોચિયામાં ડૂબ્યા - મોટા કામમાં સફળ થવું અને નાના કામમાં નિષ્ફળ થવું
11. સઇની સાંજને મોચીનું વહાણું - ખોટા વાયદા કરવા
12. સમ ખાય તે સદા જૂઠો - જે સોંગંદ ખાય તેનો વિશ્વાસ ન કરવો
13. સમજુ વેરી સારો પણ મૂરખ ભાઇબંધ ખોટો - મૂર્ખ મિત્ર કરતાં શાણો શત્રુ સારો
14. સમો વરતે સાવધાન - વખત જોઇ વર્તન કરવું
15. સર્વ સાથ જે જગન્નાથ - જનતાનો સહકાર જગન્નાથ સમાન બળવાન
16. સવા મણ તેલે અંધારું - સાધનો હોવા છતા ગેરવ્યવસ્થા હોવી
17. સસરાની શૂળી સારી પણ પિયરની પાલખી ભૂંડી - સ્ત્રીનું સ્થાન તેના સાસરે જ શોભતું હોય
18. સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા - મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું
19. સહિયારી સાસુને ઉકરડે મોંકાણ - જે સહિયારું છે તેની દેખભાળ કોઇ ન રાખે
20. સહુ પોતાના જ ગીત ગાય - સૌને પોતાની જ વાતો કરવી ગમે
21. સાંકડા કપાળમાં સોળ ભમરા - ગરીબનું નસીબ ગરીબ જ હોય
22. સાંભળ્યાનો સંતાપ અને દીઠાનું ઝેર - સાંભળવાથી અને જોવાથી દુખ થાય
23. સાગરનું નીર ગાગરમાં ન સમાય - અતિશયપણું અને અગાધતા સાથે ન હોય
24. સાજા ખાય અન્નને માંદા ખાય ધન - બીમાર વ્યક્તિ પાછળ ધન વધારે વપરાય
25. સાજે લૂગડે થીગડું ન હોય - કારણ વગર કોઇ કાર્ય ન હોય
26. સાપ કાંચળી બદલે પણ વળ ન મૂકે - પ્રાણ અને પ્રકૃતિ બદલાતી નથી
27. સાપન મોંમાથી અમૃત ન નીકળે - દુષ્ટ માણસ પાસે સારાની આશા ન રખાય
28. સારામાં સહુનો ભાગ - સુખમાં સૌ ભાગ પડાવે
29. સાહેબ મહેરબાન તો ગધા પહેલવાન - ઇશ્વરની કૃપાથી મૂર્ખ પણ ઉત્તમતા પ્રાપ્ત કરે છે
30. સિંહ પાંજરે પડ્યો ગરીબ - ગુલામી દુ:ખકર
31. સુથારનું મન બાવળીયે - દરેક વ્યક્તિ પોતાના હિતનું જ જોઇએ
32. સુપાત્રે દાન કુપાત્રે ઘાન - દાન પાત્ર જોઇને આપવું
33. સુરતનું જમણને કાશીનું મરણ - કાશીમાં નીપજેલ મરણ સ્વર્ગ પામે અને સુરતનું જમણ સ્વર્ગ સમું સુખ આપે
34. સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય - અલ્પ પ્રયત્ન થી મોટી સિદ્ધિ પ્રાપ્ત ન થાય
35. સૂકા ભેગું લીલું બળે - હલકા માણસોના સંગથી સારા માણસો પણ આપત્તિનો ભોગ બને
36. સૂડી વચ્ચે સોપારી - ધર્મ સંકટ આવવું
37. સૂતેલા સિંહને જગાડવો નહિ - કારણ વગર જોખમ ન લેવું
38. સૂરજ કંઇ છાબડીએ ઢાંકી શકાય નહિ - પ્રતિભાશાળી વ્યક્તિ છૂપી રહેતી નથી
39. સેવા કરે તો મેવા મળે - જે બીજાનું ભલું કરે તેને ફળ અવશ્ય મળે
40. સો ઉંદર મારીને બિલ્લીબાઇ પાટે બેઠા છે - ખૂબ પાપ કરીને સાધુતા આચરે છે
41. સો દહાડા સાસુના એક દહાડો વહુનો - ત્રાસ અને સીતમનો બદલો લેવાની તક એક વખત મળે
42. સો મરજો પણ સોના પાલનહાર ન મરજો - ગરીબ અને દુ:ખી માણસોની સેવા કરનાર લાંબુ જીવે
43. સો વાર બકોને એકવાર લખો - લખ્યું બોલે
44. સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ - સોટીથી ડરાવીએ તો વિદ્યા જલ્દી આવે
45. સોનાની થાળીને લોઢાની મેખ - અનેક સદગુણો એક જ અવગુણથી ઝાંખા પડે
46. સોમાં નવાણુંની ભૂલ - હિસાબમાં ભૂલ હોવી
47. સોય પછવાડે દોરો - સોયને દોરો અનુસરે
48. સૌ ગયા સગેવગે વહુ રહ્યા ઊભે પગે - વહુનું આનંદથી વંચિત રહેવું
49. સૌ સૌના ઘરના શેઠ - માણસ પોતાના ક્ષેત્રમાં હકૂમત ચલાવી શકે
50. સ્ત્રીની નુદ્ધિ પગની પાનીએ - સ્ત્રીને બહુ લાંબી સમજ ન હોય
51. સ્વાર્થ આગળ પરમાર્થ આંધળો - પોતાનો જ્યાં સ્વાર્થ દેખાય ત્યાં પરમાર્થનું સ્થાન રહેતું નથી
52. હંસ ગયા ને બગલા રહી ગયા - અસલ વસ્તુ જતી રહીને નકલી વસ્તુ રહી
53. હંસની ચાલ ચાલવા જતા કાગડો પોતાની ચાલ ભૂલ્યો - કોઇની નકલ ન કરવી જોઇએ
54. હથેળીનો ગોળ જ્યારે ખાવો હોય ત્યારે ખવાય - પોતાની પાસે જે વસ્તુ હાજર તે જ ઉપયોગમાં આવે
55. હવેલી લેતા ગુજરાત ખોઇ - વગર વિચાર્યે પગલું ભરવાથી પરિણામ સારું આવતું નથી
56. હશે તેનું જશે - જેની પાસે જે કંઇ હશે તેનો વ્યય થશે
57. હસવું અને લોટ ફાકવો કેમ ન બને ? - એકી સાથે બે કામ ન થઇ શકે
58. હસવું તે લોટ ફાકવો સાથે ન બને - એકસાથે બે કામ ન થાય
59. હસે તેનું ઘર વસે - આનંદમાં રહેવાથી જીવન સમૃદ્ધ બને
60. હાડ હસેને લોહી તપે - આનંદ અને ગુસ્સો બન્ને સાથે હોય છે
61. હાથના કર્યા હૈયે વાગ્યા - પોતાની ભૂલનો પોતે ભોગ બન્યાં
62. હૈયું બાળવા કરતા હાથ બાળવા - કોઇની પાસે કામ કરાવી પસ્તાવું એના કરતાં જાતે જ કરી લેવું સારું
63. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા - વાણી શક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય



No comments:
Post a Comment