NANI BACHAT YOJNA MA CHAR NAVA MOTA FERFAAR :-- 1ST APRIL THI AMAL SHARU THASE - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

07/03/2016

NANI BACHAT YOJNA MA CHAR NAVA MOTA FERFAAR :-- 1ST APRIL THI AMAL SHARU THASE

નાની બચત યોજનાઓમાં ચાર નવા મોટા ફેરફાર ૧લી એપ્રિલથી અમલ શરૂ થશે


 ભારતીય અર્થવ્‍યવસ્‍થામાં વ્‍યાજના દરોમાં એકરૂપતા લાવવા, તેના પ્રભાવી સંચાલન તેમજ વ્‍યાજ દરમાં ઘટાડાના ઉદ્દેશથી ભારત સરકારે અર્થવ્‍યવસ્‍થાને સુદ્રઢ કરવા માટે કેટલાક પગલાં ભર્યા છે. રિઝર્વ બેંકની મોનિટરીંગ પોલિસી અંતર્ગત નાની બચત યોજનાઓ પર વ્‍યાજના દરોમાં બેંકોની ક્ષમતાના આધારે સિમીત કરવામાં આવશે.

      સરકારે સામાજિક ઉદેશ્‍યને ધ્‍યાનમાં રાખતાં રાષ્ટ્રીય બચત યોજનાઓ પર એક વ્‍યાપક દ્રષ્ટિકોણ અપનાવ્‍યો છે. તારીખ ૦૧-૦૪-૨૦૧૬થી રાષ્ટ્રીય બચત યોજનાઓ પર નીચેના સુધારા લાગુ કરશે.

      ૧.  ૨૫ બીપીએસની એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષની ટર્મ જમા યોજના, કિસાન વિકાસ પત્ર અને પાંચ વર્ષિય રિકરિંગ ડિપોઝિટ યોજના જેનો તુલનાત્‍મક પિરીયડ સરકારી સિક્‍યોરિટીઝથી વધુ છે, તારીખ : ૦૧-૦૪-૨૦૧૬થી દૂર કરી દેવામાં આવી છે. તેનો મુખ્‍ય હેતુ બધી નાની બચત યોજનાઓના વ્‍યાજના દરને બેંકોના વ્‍યાજદરને સમકક્ષ લાવવાનો છે. આમ કરવાથી વ્‍યાજના દરોમાં એકરૂપતા આવશે. જેનો લાભ પગારદારો અને ઓછી આવક ધરાવતા નાગરિકોને મળશે.

      ૨. તારીખ ૦૧-૦૪-૨૦૧૬થી નાની બચત યોજનાઓ પર વ્‍યાજની ગણના ત્રણ માસના આધારે કરવામાં આવશે અને તેને સરકારી સિક્‍યોરિટીઝ પર મળનારા વ્‍યાજના દરની સમકક્ષ લાવામાં આવશે.

      ૩.દસ વર્ષના સમયગાળાના રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રને ૨૦-૧૨-૨૦૧૫થી બંધ કરી દેવામાં આવ્‍યા છે. પાંચ વર્ષીય રાષ્ટ્રીય પ્રમાણપત્ર અને કિસાન વિકાસ પત્ર જેના પર ચક્રવર્તી વ્‍યાજની ગણના દ્વિ વર્ષીય આધાર પર કરવામાં આવે છે. તે તારીખ ૦૧-૦૪-૨૦૧૬થી એક વર્ષના આધારે કરવામાં આવશે.

      ૪. કોઇ વિશેષ કારણ જેમાં ગંભીર બિમારી કાં તો બાળકોના ઉચ્‍ચ શિક્ષણને કારણ ફંડની આવશ્‍યકતા હશે, પીપીએફ એકાઉન્‍ટને પરિપક્‍વતાને સમયગાળા પહેલા બંધ કરવાની અનુમતિ આપવામાં આવશે. પરંતુ કુલ જમા રાશી પર એક ટકાના દરથી પેનલ્‍ટી લગાવામાં આવશે. પીપીએફમા ફંડ ક્‍લિયરન્‍સ ત્‍યારે શક્‍ય છે જયારે તેને ચાલુ કરવાની તારીખથી પાંચ વર્ષનો સમયગાળો પૂરો કર્યો છે.

      ૫.અહીંયા એ વાતનું ધ્‍યાન રાખવું જરૂરી છે કે બધી નાની બચત યોજનાઓ પર ત્રણ મહિનાના આધારે વ્‍યાજ આપવું પડશે. જેમકે એપ્રિલ થી જૂનનો સમયમર્યાદામાં વ્‍યાજની સૂચના માર્ચમાં પ્રકાશન કરવામાં આવશે. સુકન્‍યા સમૃદ્ધિ યોજના, વરિષ્ઠ નાગરિકોની બચત યોજના, મહિનાની આવક યોજનાઓને સામાજિક વિકાસ અને સામાજિક સુરક્ષાના લક્ષ્યને ધ્‍યાનમાં રાખીને બનાવામાં આવી છે.

      ૬.સરકારી સેક્‍ટરની પરિપક્કતા યોજનાઓ જો ક્રમશઃ ૭૫ બીપીએસ, ૧૦૦ બીપીએસ, ૨૫ બીપીએસ છે કે વ્‍યાજ દરોમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્‍યું નથી. તેવી રીતે સરકારી ક્ષેત્રની ૨૫ બીપીએસ વાળીન લાંબા સમયગાળાની જમા યોજના. પાંચ વર્ષની ટર્મ યોજના, પાંચ વર્ષીય રાષ્ટ્રીય પ્રમાણ પત્ર પબ્‍લિક પ્રોવિડન્‍ટ ફંડની પરિપક્કતાના સમયગાળાને તુલનાત્‍મક સ્‍વરૂપથી રદ કરવામાં આવી છે.

      ૭.તે લાંબાગાળની યોજનાની બચતને પ્રોત્‍સાહિત કરશે. તે પરિવર્તન રાષ્ટ્રીય બચત યોજનાઓને બજારલક્ષી બનાવવાના ઉદ્દેશથી કરવામાં આવી છે, જો કે સંપૂર્ણપણે દેશના આર્થિક વિકાસ પર સંબંધિત છે, જેનો લક્ષ્ય નાગરિકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા તેમજ લાંબાગાળની બચત માટે  પ્રોત્‍સાહિત કરવાનો છે.

For more details :-- click here

Post Top Ad

Your Ad Spot