- ઝારોલા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ હવાથી ચાલતી ગાડી બનાવી
- આણંદ જિલ્લાકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ સ્થાન મેળવ્યું
આણંદ: પેટ્રોલ, ડીઝલ કે સીએનજીથી નહીં પણ હવાથી ચાલતી કારનું મોડેલ ઝારોલાની એચ.જે.પરીખ હાઇસ્કૂલ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. વિદ્યાનગર ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં એર જેટ કારના મોડેલને પ્રથમ સ્થાન મળ્યું હતું.
બોરસદ તાલુકાના ઝારોલા ગામે આવેલ એચ.જે.પરીખ હાઇસ્કૂલના આચાર્ય નવીનભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘શાળાના વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ વાસુદેવ અને ઇન્દ્રવદને શિક્ષકો વ્રજેસભાઇ, નુપુરબેન, અનિષાબેન અને સપનાબેનના માર્ગદર્શન હેઠળ હવાથી ચાલતી ફોર વ્હીલ કારનું મોડેલ બનાવ્યું હતું. ન્યુટ્રનની ગતિના ત્રીજા નિયમના આધારે એર જેટ કારનું મોડેલ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટિકની બોટલ, સાયકલમાં હવા ભરવાનો વાલ્વ, ટાંકણી જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કારને દોડાવવા માટે હવા સિવાય અન્ય કોઇપણ પ્રકારના ઇંધણનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. આ મોડેલને જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન મળ્યું હોય રાજ્યકક્ષાના પ્રદર્શનમાં રજૂ કરાશેે’
Post Top Ad
Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE 8140010900 TO YOUR GROUPS OR TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP WRITE "JOIN" AND SEND TO ME |
12/10/2015
Home
Unlabelled
ANAND :- STUDENTS AE HAVA THI CHALATI CAR BANAVI
ANAND :- STUDENTS AE HAVA THI CHALATI CAR BANAVI
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Your Ad Spot
No comments:
Post a Comment