શાળામાં પ્રાયોગિક સાંકેતિક શિક્ષણ કાર્યક્રમ અમલી થશે
તબક્કાવાર નવા શિક્ષણ કાર્યક્રમનો અમલ કરાશે : જિલ્લા શિક્ષણ અધિકારીઓને સમગ્ર મામલામાં આદેશ
ગુજરાતની પ્રાથમિક શાળાઓના બાળકોમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે નવા શિક્ષણ કાર્યક્રમ ટીચીંગ એન્ડ રાઈટ લેવલ (તરલ)ને અમલી બનાવાશે. પ્રાયોગિ ધોરણે આ કાર્યક્ર સફળ બન્યા બાદ બને હવે રાજય સ્તરે અમલ કરવાની કવાય હાથધરવામાં આવી છે. જે માટે જિલ્લા શિક્ષણાધીકારીઓને તાકીદ કરવામાં આવી છે. Harisinh Jadeja પ્રાપ્ત થતી માહિતી મુજબ કેન્દ્ર સરકારના સર્વ શિક્ષણ અભિયાન મિશન, પ્રથાના અને પાલ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે રાજયનાં ટિચિંગ એન્ડ રાઈટ લેવલ (તરલ) શિક્ષણ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો હતો. ગાંધીનગ જિલ્લાના દહેગામ તાલુકા અને સાબરકાંઠ જિલ્લાના વિજયનગ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પ્રાયોગિ ધોરણે અમલ બનાવાયેલઆ શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત ધોરણ-૩ થી ૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાંચન અને ગાણીતીક સ્તરની વળદ્ધી માટે પ્રાયોગિક અને સાંકેતીક શિક્ષણ પદ્ધતીથી શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જેમાં મેળવી અભુતપૂર્વ સફળતાને પગલે હવે રાજયના અન્ય જિલ્લાઓની પ્રાથમિક શાળાઓમાંપણ આ યોજનાઓનો તબક્કાવાર અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટીચિંગ રાઈટ લેવલ (તરલ)એ ધોરણ ૩થી ૫માં ભાષા અને ગણિતમાં બાળકોનું શૈક્ષણિક સ્તર ઊંચુ લાવવા માટે એક શિક્ષણ કાર્યક્રમ છે જેમાં શાળા સમય દરમિયાન અને શાળાકીય શિક્ષણની સાથે જ બાળકોને શાળાના શિક્ષકો દ્વારા વિશેષ સમય આપવામાં આવે છે.આ તરલ કાર્યક્રમ હેઠળ બાળકોને પ્રાયોગિક-સાંકેતીક પદ્ધતીથી શિક્ષણ આપવાનાં અભિગમને પગલે વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરમાં ૫-૬ મહિનાના ગાળામાંજ નોંધની પરિવર્તન આવ્યું છે જે પ્રાથમિક શાળાઓમાં આ શિક્ષણ કાર્યક્રમ અમલી બનાવાયો છે. તેવી શાળાઓના વિદ્યાર્થીઓમાં ગુણાત્મક પરિવર્તન આપવાનાં કારણે શાળાઓના ગ્રેડમાં પણ વધારો થયો છે. આમ સમગ્ર કાર્યક્રમ પ્રાયોગિક ધોરણે ખુબ જસફળ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેનાં પગલે આગામી સમયમાં આ તરલ શિક્ષણ કાર્યક્રમનાં રાજય વ્યાપી અમલ માટે યોજના તૈયાર કરાઈ રહીછે.



No comments:
Post a Comment