પ્રા. શિક્ષકોની ઉ. પગારધોરણ ચકાસણી કામગીરી જિલ્લા લોકલફંડને સોંપવા માંગ
માંડવી, તા. 1 : પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચત્તર પગારધોરણની ચકાસણીની કામગીરી ગાંધીનગરના બદલે જિલ્લા લોકલફંડ કચેરીને પરત સોંપવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યના નાણામંત્રી સમક્ષ લેખિતમાં માગણી કરી છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રામસંગજી જાડેજા, મહામંત્રી દિનેશભાઇ શાહ અને રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતીશભાઇ પટેલના પત્રનો આધાર ટાંકીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનાં નાણાખાતાના તા. 4/2/15ના ઠરાવથી પ્રાથમિક શિક્ષકોની ઉચ્ચત્તર પગાર ધોરણના સ્કેલની ઓડિટ ચકાસણી જિલ્લાકક્ષાએ લોકલફંડ ખાતાની કચેરીઓ હાથ ધરતી હતી, તેના બદલે આ કામગીરી રાજ્ય સરકારે પરત લઇ પગાર ચકાસણી યુનિટ ગાંધીનગર ખાતે કરવાનું નક્કી કરાયું છે. દરેક જિલ્લામાં શિક્ષકોનું મહેકમ સૌથી વધારે હોય છે. દૂરના જિલ્લાઓને ગાંધીનગર આવવા-જવા માટેનું ખૂબ જ વધારે અંતર હોવાથી જિલ્લાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચત્તર પગારધોરણના દરેક જિલ્લામાં દર મહિને 200થી 300 કેસ ઓડિટ ચકાસણી માટે તૈયાર કરવામાં આવે છે. આવા કેસો ગાંધીનગર ખાતે મોકલ્યા પછી વાંધામાં પરત આવે તો પૂર્તતા કરવામાં ખૂબ જ સમય આપવો પડે છે. જેને કારણે પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચત્તર પગારધોરણની યોજનાનો લાભ સમયસર મળતો નથી.
Post Top Ad
Your Ad Spot
02/11/2015
Home
Unlabelled
PRIMARY TEACHERS NA UCHCHTAR PAGAR DHORAN NI CHAKASANI NI KAMGIRI LOCAL FUND ( L.F. ) NE SOPVA MAANG
PRIMARY TEACHERS NA UCHCHTAR PAGAR DHORAN NI CHAKASANI NI KAMGIRI LOCAL FUND ( L.F. ) NE SOPVA MAANG
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Your Ad Spot
No comments:
Post a Comment