Indian Constitution - Quiz No. 11 (ભારતીય બંધારણના પ્રશ્નો) - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

09/03/2016

Indian Constitution - Quiz No. 11 (ભારતીય બંધારણના પ્રશ્નો)

Indian Constitution - Quiz No. 11 (ભારતીય બંધારણના પ્રશ્નો)



1. આપણા બંધારણમાં અનુસૂચિત વિસ્તાર અને અનુસૂચિત જનજાતિના વહીવટ અને નિયંત્રણનો ઉલ્લેખ કઇ યાદીમાં છે - પાંચમી
2. આપણા બંધારણમાં આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ રાજયોની જનજાતિ વિસ્તારના સંચાલની જોગવાઇનો ઉલ્લેખ કઇ યાદીમાં છે - છઠ્ઠી
3. આપણા બંધારણમાં કેન્દ્ર અને રાજયોની વચ્ચે શક્તિઓની વહેંચણીની બાબતનો ઉલ્લેખ કઇ યાદીમાં છે - સાતમી
4. આપણા બંધારણમાં ૨૨ ભાષાઓનો ઉલ્લેખ કઇ યાદીમાં છે - આઠમી (૨૦૦૪માં મૈથિલી, સંથાલી, ડોંગરી અને બોડો ભાષાનો સમાવેશ થયો)
5. આપણા બંધારણમાં રાજય દ્વારા સંપતિના અધિગ્રહણના કાયદાઓનો ઉલ્લેખ કઇ યાદીમાં છે - નવમી

6. આપણા બંધારણમાં કઇ યાદી પ્રથમ બંધારણીય સુધારા અધિનિયમ ૧૯૫૧ અંતર્ગત જોડવામાં આવી છે - નવમી
7. આપણા બંધારણમાં દળ બદલ સંબંધિત જોગવાઇનો ઉલ્લેખ કઇ યાદીમાં છે - દસમી
8. આપણા બંધારણમાં રાજ સંસ્થાઓની કાર્યની વિગતોનો ઉલ્લેખ કઇ યાદીમાં છે - અગિયારમી
9. આપણા બંધારણમાં ૭૪માં સુધારા દ્વારા કઇ યાદી જોડવામાં આવી - બારમી
10. આપણા બંધારણમાં બારમી યાદીમાં વહીવટી સંસ્થાઓને કાર્ય કરવા માટે કેટલા વિષયો આપવામાં આવેલ છે - ૧૮
11. એસ.કે. ધર પંચના નિર્ણયોની સમીક્ષા માટે કોંગ્રેસ કાર્ય સમિતિએ કઇ સમિતિની રચના કરી - જેવીપી સમિતિ
12. ભાષાને આધારે રાજયોની પુર્નરચનાની બાબત એસ.કે.ધરને સોંપવામાં આવી તે પંચમાં કેટલા સભ્યો હતા - ચાર (પંડિત હ્રદયનાથ કુંજરુ, સરદાર કે.એમ.પણિક્કર)
13. એસ.કે.ધરની અધ્યક્ષતામાં રચાયેલ પંચે કઇ બાબતના આધારે રાજયોની પુર્નરચનાની વિગત મૂકી હતી - વહીવટી સેવાના આધારે
14. રાજય પુર્નરચના અધિનિયમ કયારે પસાર થયો - જુલાઇ ૧૯૫૬
15. રાજયની પુર્નરચના પંચના અધ્યક્ષ કોણ હતા - ફઝલ અલી

16. જેવીપી સમિતિની રચના કયા અધિવેશન દરમિયાન થઇ હતી અને આ સમિતિની અહેવાલ બાદ કયા રાજયના લોકોએ આંદોલન શરૂ કર્યું હતું - જયપુર અધિવેશન, મદ્રાસ રાજયના લોકોએ
17. જેવીપી સમિતિના સભ્યો કોણ હતા - જવાહરલાલ નહેરૂ, વલ્લભભાઇ પટેલ, પટ્ટાભિ સીતારમૈચ્ચા
18. રાજય પુર્નરચના અધિનિયમ ૧૯૫૬ અંતર્ગત કેટલા રાજ્યોની રચના થઇ - ૧૪ રાજ્યો
19. ભાષા આધારે રાજયોની રચના સમયે મદ્રાસમાં કોના નેતૃત્વમાં આંદોલન શરૂ થયું હતું - શ્રી રામુલ્લુ
20. શ્રી રામુલ્લુના મૃત્યુ પછી વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ તેલગુ ભાષીઓ માટે કયા રાજયની રચનાની જાહેરાત કરી - આંધ્રપ્રદેશ
21. ભાષા આધારે સૌપ્રથમ કયા રાજયની સ્થાપના થઇ - આંધ્રપ્રદેશ (૧ ઓકટોબર ૧૯૫૩) (ત્યારે આંધ્રપ્રદેશની રાજધાની કર્નૂલ હતી)
22. ગુજરાતના કયા રજવાડાને લોકોએ સંગ્રામ દ્વારા ભારતમાં ભેળવ્યું હતું - જૂનાગઢ
23. નાગા આંદોલનને કારણે આસામમાંથી વિભાજીત કરી નાગાલેન્ડને અલગ રાજય કયારે બનાવવામાં આવ્યું - ૧ ડિસેમ્બર ૧૯૬૩
24. ફ્રાન્સની સરકારે પોંડેચરી, ચંદ્રનગર અને કેરિકલ જેવા વિસ્તારો કયારે ભારતને સોંપ્યા - નવેમ્બર ૧૯૫૪
25. ભારત સરકાર દ્વારા ગોવા, દમણ અને દીવની મુક્તિ માટે પોર્ટુગીલઓ સામે કયારે કાર્યવાહી કરી હતી - ૧૮ ડિસેમ્બર ૧૯૬૧

Post Top Ad

Your Ad Spot