તલાટીની એક્ઝામમાં સુપરવાઈઝરે જ પરીક્ષાર્થીઓને ચોરી કરાવી, જુઓ સીસીટીવી ફૂટેજ
હાલમાં જ લેવાયેલી તલાટીની પરીક્ષા ફરીથી વિવાદમાં આવી છે. ગત વર્ષે પેપર લીકનો મામલો થયો હતો, જેની સામે આજે ખુલ્લેઆમ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. એટલુ જ નહિ, સુપરવાઈઝર જ ખુદ પરીક્ષાર્થીઓને ચોરી કરાવી રહ્યા છે તેના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે.
હાલ રવિવારે જ રાજ્યભરમાં તલાટીની એક્ઝામ લેવાઈ હતી. જેમાં આઠ લાખથી વધુ ઉમેદવારોએ એક્ઝામ આપી હતી. ગત વર્ષે પેપર લીકને ઘટના બાદ આ વર્ષે સરકાર દ્વારા એક્ઝામ પહેલા ખૂબ જ તકેદારી લેવામાં આવી હતી. પરંતુ ચોરી કરાવવાના એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ સંદેશ ન્યૂઝને હાથ લાગ્યા છે. જેમાં તલાટીની પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરીનો મોટો ઘટસ્ફોટ થયો છે.
મહીસાગરમાં પરીક્ષા ખંડમાં સરેઆમ ચોરી થતા દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે. જેમાં ખુદ સુપરવાઈઝર જ પરીક્ષાર્થીઓને ચોરી કરાવી રહ્યા છે. આ ઘટના વિશે જાણીએ તો, મહીસાગર વિસ્તારની શેઠ.એમ.એલ. વિદ્યામંદિરમાં આ બનાવ બન્યો છે. જેમાં સુપરવાઈઝર એક વિદ્યાર્થીને કાપલી પકડાવી રહ્યા હતા. પરંતુ પાછળ બેસેલા સ્ટુડન્ટે આ બાબત જોઈ લેતા તેણે વિરોધ નોંધાવ્યો હતો. એટલુ જ નહિ, ચોરી કરનાર વિદ્યાર્થી પાસેથી પણ કાપલી પકડાઈ હતી.
આ રીતે કાપલી પ્રકરણ થયા બાદ મોટાપાયે હોબાળો થયો હતો. જેમાં ખુલાસો માગતા આ મામલે કર્મચારીઓએ સુપરવાઈઝરને બચાવવાનો પ્રયાસ થયો હતો. સુપરવાઈઝ દ્વારા 60 થી 70 પ્રશ્નોના જવાબ સ્ટુડન્ટને લખાવાયા હતા. હોબાળો મચ્યા બાદ શાળાના તંત્રએ સુપરવાઈઝર સામે પગલા લેવાના બદલે વિરોધ કરનાર પરીક્ષાર્થીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
તલાટીની પરીક્ષામાં લીધેલ તકેદારી છતા આવા મુદ્દાઓ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પરીક્ષાના દિવસે વેરાવળમાં પણ પેપર લીક થવાની ઘટના સામે આવી છે. સરકારની પૂરી તકેદારી છતા પણ વિદ્યાર્થીઓ મુક્ત રીતે પરીક્ષા આપી શક્યા નથી. ત્યારે તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. શું ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ફરી લેવાશે પરીક્ષા, ક્યાં સુધી તંત્રની લાલિયાવાડીનો પરીક્ષાર્થીઓ ભોગ બનશે, ક્યાં સુધી તલાટી બનવા લાયક ઉમેદવાર ભોગવવું પડશે.
Watch Video :
www.sandesh.com/article.aspx?newsid=3236735