Gujarati Language For Talati, GSRTC Exam GSSSB Clerk Exam & Other Competitive Exam ('ન' થી 'ભ' સુધીની શરૂ થતી કહેવતો)
'ન' થી 'ભ' સુધીની શરૂ થતી કહેવતો
1. ન બોલ્યામાં નવ ગુણ - બોલીને વધુ ઝઘડો થાય એના કરતા ચૂપ રહેવું હિતકર છે
2. નવરો નખોદ વાળે - નવરો માણસ નુકસાન કરે
3. નાચવા જવું ને ઘૂંઘટો તાણવો - જરૂરત હોય તો શરમ મૂકી દેવી
4. નાદાનની દોસ્તી જીવનું જોખમ - કમઅક્કલ વ્યક્તિ સાથેની મિત્રતા નુકસાનકારક છે
5. નાના મોટાને દર્શન ખોટા - બહારથી પ્રતિષ્ઠિત પણ અંદરથી દોષોથી ભરેલું
6. નેવાના પાણી મોભે ન ચઢે - અશક્ય કામ સિદ્ધ ન થઇ શકે
7. પગ જોઇને પછેડી તણાય - આવક મુજબ ખર્ચ કરવો જોઇએ
8. પાકા ઘડે કાંઠા ન ચડે - સમય ગયા બાદ પરિસ્થિતિમાં ફેરફાર ન થાય
9. પાઘડીનો વળ છેડે - કામના પરિણામથી જ કામ પરખાય
10. પાડા વાકે પખાલીને ડામ - જેનો વાક હોય તેના બદલે બીજાને શિક્ષા કરવી
11. પાણી પહેલા પાળ બાંધવી - અગમચેતી વાપરવી
12. પાણી વલોવ્યે માખણ ન નીકળે - વ્યર્થ મહેનત કરવી
13. પાણીમાં રહેવું ને મગર સાથે વેર - જેની સત્તા હેઠળ રહેવું તેની સાથે દુશ્મનાવટ રાખવી
14. પારકી આશ સદા નિરાશ - બીજા ઉપરનો આધાર નકામો
15. પારકે ભાણે નોટો લાડુ - પોતાની વસ્તુ કરતા બીજાની વસ્તુ સારી લાગે
16. પારકે ભાણે મોટા લાડુ - પોતાના કરતા બીજાનું સારુ લાગવું
17. પેટનો બળ્યો ગામ બાળે - પોતાના દુ:ખે સૌને દુ:ખમાં નાંખે
18. પોથી માંના રીંગણા - મિથ્યા ઉપદેશ આપવો
19. પોદળો પડે તોય ધૂળ લીધા વિના ન રહે - ગમે તેવી પરિસ્થિતિમાં પણ લાભ શોધવો
20. પ્રાણ અને પ્રવૃતિ સાથે જાય - સ્વભાવ બદલવો મૂશ્કેલ
21. ફરતે એકાદશીને વચમાં ગોકુળ આઠમ - ભૂખમરાની દશા આવવી
22. બકરું કાઢતાં ઊંટ પેસે - નાનું વિઘ્ન કાઢતા મોટું વિઘ્ન આવે
23. બળિયાના બે ભાગ - બળવાન વધુ લાભ મેળવે
24. બાંધી મુઠ્ઠી લાખની તે ઉઘાડી તે રાખની - વાત ગુપ્ત રહે ત્યાં સુધી મહત્વની અને ફેલાઇ ગયા પછી કશા કિંમતની નહિ
25. બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા - વસ્તુના મૂળ કારણના ને વસ્તુના બંન્નેના ગુણ સરવાળે તો સરખા જ હોય
26. બાપ તેવા બેટા ને વડ તેવી ટેટા - પુત્રના લક્ષ્ણ પારણામાં
27. બાર ગામે બોલી બદલાય - અમુક અંતરે ભાષામાં ફેરફાર જણાય
28. બાર હાથનું ચીભડું તેર હાથનું બી - અશક્ય વાત હોવી
29. બાવાના બેય બગડયા - બેય બાજુથી પસ્તાવું
30. બે ઘરનો પારણો ભૂખે મરે - અનિશ્ર્વિતતાથી દુ:ખી ન થવાય
31. બે હાથ વગર તાળી પડે નહિ - કોઇ કામ સહકાર વિના ન બને, બીજાની મદદ જોઇએ જ
32. બે હાથ વિના તાળી ન પડે - એકતામાં જ કાર્ય સફળ બને
33. બોલે તેના બોર વેચાય - કહ્યા વિના કોઇ ન જાણે
34. ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય - મહાવરાથી બધું સાધ્ય થાય અને મહાવરાથી જ મનુષ્ય પૂર્ણ થાય
35. ભણ્યો પણ ગણ્યો નહિ - પુસ્તકીયા જ્ઞાન માત્રથી નહિ પણ અનુભવથી આવડત વધે
36. ભરમ ભારીને ખિસ્સાં ખાલી - વગર પૈસે ડોળ કરવો
37. ભલાનો ભાઇ ભૂંડાનો જમાઇ - વ્યક્તિ જેવી હોય એવી રીતે એની સાથે વર્તવું, જેવા સાથે તેવા
38. ભસતો કૂતરો ભાગ્યે જ કરડે - બહુ બોલ બોલ કરનાર ભાગ્યે જ કઇ કરી શકે
39. ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ - પોતાની પડતી અવસ્થામાં પણ પોતાની મૂળ આબરૂ સાચવી રાખવી
40. ભાગ્યશાળીને ભૂત રળે - નસીબદાર ઓછે મહેનત કરે તો ય સફળતા મળે
41. ભાડાની વહેલને ઉલાળી મેલવી - કામની કઇ પરવા નહોવી
42. ભાત મેલીએ પણ સાથ ન મેલીએ - ખાવાનું છોડવું પડે તો પણ મિત્રતા દુ:ખ વેઠીને પણ નિભાવવી પડે
43. ભાવતું હતું તે વૈદ્યે કહ્યું - પોતાને ગમતુ હોય તે જ હિત કરનાર પણ સૂચવે
44. ભૂખે મરતું ચોરી શીખે - ભૂખ્યો મણસ ગમે તે દુષ્ટ કાર્ય કરે
45. ભેંસ આગળ ભાગવત - અણસમજુને ઉપદેશ આપવો નકામો છે
46. ભેંસ કૂદે તે ખીલાને જોરે - પીઠબળ વિના ઉત્સાહ ન આવે
47. ભેંસ ભાગોળે છાસ છાગોળે ને સોદો બજારમાં - અનિશ્વ્રિત વસ્તુની અગાઉથી આશા બાંધવી તે
Thanks to Nirmal Baria
For more G.K. click below
www.gyanir.blogspot.in/

No comments:
Post a Comment