Gujarati Language For Talati, GSRTC Exam GSSSB Clerk Exam & Other Competitive Exam ('અ' થી શરૂ થતી કહેવતો) By NIRMAL BARIA - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

27/01/2016

Gujarati Language For Talati, GSRTC Exam GSSSB Clerk Exam & Other Competitive Exam ('અ' થી શરૂ થતી કહેવતો) By NIRMAL BARIA

Gujarati Language For Talati, GSRTC Exam GSSSB Clerk Exam & Other Competitive Exam ('અ' થી શરૂ થતી કહેવતો)


1. અક્કરમીનો પડિયો કાણો - કમનસીબ ગમે તેટલા પ્રયત્નો કરે, પણ સિદ્ધિ ન મળે
2. અગ્નિને ઊધઇ ન લાગે - અગ્નિની જેમ જે શુદ્ધ હોય તેને ડાઘ ન લાગે
3. અઘૂરો ઘડો છલકાય - અલ્પજ્ઞાની જ વિદ્ધાતાનો ડોળ કરે
4. અણી ચૂક્યો સો વર્ષ જીવે - કટોકટીમાંથી પાર ઊતરી જવું તે જ ઉત્તમ છે
5. અતિ લોભ તે પાપનું મૂળ - સર્વ અનિષ્ટોનું મૂળ લોભ છે
6. અન્ન આહારે ને ઘી વહેવારે લેવાય - દરેક વસ્તુ પ્રમાણસર રીતે શોભે
7. અન્ન તેવુ મન અને પાણી તેવી વાણી - જેવા ખાનપાન એવાં જ બુદ્ધિવર્તન
8. અફીણનો જીવડો સાકરમાં ન જીવે - ખરાબ વાતાવરણમાં ટેવયેલો માણસ સારા વાતાવરણમાં ન રહે
9. અરધમાં રામને અરધમાં ગામ - અસમાન રીતે વહેંચણી
10. આંખનું આંજણ ગાલે ઘસ્યું - અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃતિ થઇ
11. આંખમાં અમી તેને દુનિયા સમી - જે સંબંધ સારો રાખે તે વ્યવહાર સારો જાળવી શકે
12. આંગળા ચાટે પેટ ન ભરાય - ખોટી વાતો કરવાથી કંઇ પ્રાપ્ત ન થાય
13. આંગળીથે નખ વેગળા - પારકાં પોતના ન બને
14. આંધળા ખરચનું અંતકાળે સરવૈયું - બહુ જ ઉડાઉ માણસ છેવટે દેવાળું કાઢે
15. આંધળાની ગત આંધળા જાણે - જાત અનુભવ પ્રમાણે જ્ઞાન હોય
16. આગે આગે ગોરખ જાગે - આગળ જતા ઉપાય મળી રહે
17. આટો વેંચી ગાજર ખાધા - મોંઘી ચીજવસ્તુના બદલામાં સોંધી વસ્તુ મેળવી
18. આડી રાત તેની શેની વાત - ભવિષ્યના પરિણામ વિશે અગાઉથી અનુમાન અયોગ્ય છે
19. આડે લાકડે આડો વહેર - ખરાબ માણસ સાથે ખરાબ થવું
20. આડે લાકડે આડો વાઢ - ખરાબ માણસઓ સાથે ખરાબ જ વર્તાવ હોવો ઘટે
21. આપ ભલા તો જગ ભલા - આપણે સારા તો સામે વાળી વ્યક્તિ પણ સારી રીતે વર્તે
22. આપ ભલા તો જગ ભલા - ભલા સાથે સૌ ભલું
23. આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિં - જાતમહેનત સર્વશ્રેષ્ઠ છે
24. આભ ફાટે ત્યારે થીંગડું દેવું - ખૂબ મૂશ્કેલીઓ આવી પડવી, નિવારણ અશક્ય હોવું
25. આવ્યો આસો ને મેઘ નાસો - સમય ફર્યા કરે છે
26. ઇશ્વરની લાકડીને અવાજ નથી - ઇશ્વર શિક્ષા કરે ત્યારે ખબર નથી પડતી
27. ઉજજડ ગામમાં એરંડો પ્રધાન - બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય
28. ઉતાવળે આંબા ન પાકે - ઉતાવળ કરવાથી સારું ન થાય
29. ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠા - એક જણ મુશ્કેલી ઊભી કરે તો બીજો માણસ તેનો ઉપાય શોધી કાઠે
30. ઊગતા સૂરજને સૌ નમે - સત્તાને સૌ આધીન બનવા જાય
31. ઊજળું તેટલું દૂધ નહિ - બાહ્ય દેખાવથી છેતરાવું નહિ
32. ઊતાવળે આંબા ન પાકે - ઉતાવળ કરવાથી કામ સારુ થાય નહિ
33. ઊલમાંથી ચૂલમાં પડવું - મુશ્કેલી દૂર કરવા જતાં વધારે મોટી મુશ્કેલીમાં મૂકાવું
34. એક કાંકરે બે પક્ષી મારવાં - એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં
35. એક ચિનગારી વન બાળે - એક નજીવી વાત સર્વનાશ કરે
36. એક જાળમાં સો સાપ દેખાય - બડાઇ હાંકતી મોટી ગપ જેવી વાત કરી
37. એક પંથ દો કાજ - એક કામ કરતા બે બાજુનો લાભ
38. એક મ્યાનમાં બે તલવાર ન સમાય - બંને સમર્થો એક જ સ્થાને ન રહી શકે
39. એક સાંધે ત્યાં તેર તૂટે - ઊપજ કરતાં ખર્ચ વધી જવું
40. એકલ દોક્લ અલ્લા બેલી - જેને કોઇ સાથ નેથી આપતું તેને ઇશ્વર સાથ આપે છે
41. એકે હજારા ને સોએ બિચારાં - એક મર્દ હજાર વ્યક્તિને પણ પહોંચી વળે
42. એઠું ખાય તે ચોપડ્યાને ભરોસે - કંઇ મળશે તેની લાલચમાં કરવામાં આવતી પ્રવૃતિ


FOR DETAIL 

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot