Gujarati Language For Talati, GSRTC Exam GSSSB Clerk Exam & Other Competitive Exam ('ક' થી શરૂ થતી કહેવતો)
'ક' થી શરૂ થતા
1. કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી - મશ્કરીમાંથી કજિયો થાય ને ઉધરસમાંથી રોગ થાય
2. કજિયાનું મોં કાળું - કંકાસથી દૂર રહેવું
3. કમાઉ દિકરો કુટુંબને વહાલો - જે વ્યક્તિ ઉદ્યમ કરી ધન મેળવે છે તે દસુને પ્રિય થઇ પડે છે
4. કયાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી - બંન્નેના ગુણે વચ્ચે સહેજ પણ સરખામણી ન થઇ શકે
5. કરણી તેવી પાર ઊતરણી - કરે તેવું પામે ને વાવે તેવું લણે
6. કાંટા વિના ગુલબ ન હોય - સુખ સાથે દુ:ખ હોય જ
7. કાગડાની કોટે રતન બંધાયું - કજોડું થયું
8. કાગડો ચાલે મોરની ચાલ - દેખાદેખી કરવાનો અર્થ નહિ
9. કાગનું બેસવું ને ડાળનું પડવું - આકસ્મિક સંજોગોનું પરિણામ
10. કામ કર્યા તેણે કામણ કર્યા - પરિશ્રમ કરવાથી ફળ મળે
11. કાયા કાચો કુંભ - જીવન ક્ષણભંગુર
12. કાષ્ઠની હાંલ્લી એક જ વાર ચૂલે પડે - જે કામ એક જ વાર થઇ શકે
13. કીડી ઉપર કટક - નિર્બળ ઉપર બળવાનની ચડાઇ
14. કૂકડીનું મોં ઢેફલે રાજી - નાના ને થોડાથી સંતોષ
15. કૂડના દાંડિયા કપાળમાં વાગે - કપટનું ફળ શુભ ન હોય
16. કૂવામાં હોય તો હવાડામાં આવે - ઘરમાં હોય તો બહાર આવે
17. કેડે છોકરું ને ગામમાં ઢંઢેરો - પાસે જ હોવા છતાં બધે શોધવું
18. કેળ ફળે એક જ વાર ને આંબા ફળે વારંવાર - કુળવાન અને સદાચારી એક જ હોય તોપણ ઉપયોગી
19. કોઇ ધન મોટું કોઇ મને મોટું - કોઇ ધનવાન તો કોઇ ઉદાર
20. કોઇની જીભ ફરે ને કોઇના પગ ફરે - કોઇ હુકમ કરે ને ધક્કો બીજો ખાય
21. કોઠી ધોયે કાદવ નીકળે - ખરાબ રીતે કરેલા કાર્યો સારું ફળ આપતા નથી
22. કોયલડીને કાગ વાને વરતાયે નહિ - દેખાવ જોઇને ગુણ ન પરખાય
23. કોરા ભાણે આરતી ન થાય - ભૂખ્યા ઓએટે ભગવાનને ન ભજાય
24. કોલસાની દલાલીમાં હાથા કાળા - દુર્જન સાથે કામ કરવાથી કલંક લાગે
For more detail click below
www.gyanir.blogspot.in
No comments:
Post a Comment