Gujarati Language For Talati, GSRTC Exam GSSSB Clerk Exam & Other Competitive Exam ('ખ' થી 'ધ' સુધીની)
'ખ' થી 'ધ' સુધીની
1. ખાલી ચણો વાગે ઘણો - અલ્પજ્ઞાની જ વિદ્ધાતાનો ડોળ કરે
2. ખાળે ડૂચા ને દરવાજા ઉઘાડા - પૂરતાં પ્રમાણમાં સાવચેતી ન હોય અને ખોટો દેખાવ કરે
3. ખાળે ડૂચાને દરવાજા મોકળા - એક પૈસાની ચિંગુસાઇ કરવી ને રૂપિયો વાપરતા સહેજ પણ ન અચકાવું
4. ખોટો રૂપિયો વધારે ચળકે - ઓછો જ્ઞાની ભારે જ્ઞાની હોવાનો દેખાવ કરે
5. ગાજયા મેઘ વરસે નહિં - બોલો તે કંઇ કરે નહિં
6. ગામને મોંએ ગરણું ન દેવાય - લોકજીભ તો ગમે તે બોલે
7. ઘરના છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો - પોતાનાને ભૂંખે મારવાં ને પારકાં ને પોષવા
8. ઘાણીનો બળદ ઠેર્નો ઠેર - પ્રગતિ કર્યા વિના, હતા ત્યાં ને ત્યાં
9. ઘી ઢોળાય તોય ખીચડીમાં - લાભ થાય તોય પોતાના જ થાય
10. ઘેર ઘેર માટીના ચૂલા - દરેક ઘરની પરિસ્થિતિ સરખી હોવી
11. ચમડી તૂટે પણ દમડી ન છૂટે - દુ:ખ સહન કરે પણ ધન ન વાપરે
12. ચળકે તે સોનું નહિં - બાહ્ય દેખાવથી છેતરાવું નહિં
13. ચાલતા બળદને આળ ખોસવી - કામ કરતા માણસને ખોટી સતામણી કરવી
14. ચોર કોટવાળને દંડે - હરામી(શઠ) માણસ ન્યાયની વાત કરે
15. ચોરની મા કોઠીમાં મોં ઘાલી રહે - પોતાની ભૂલ સમજાતાં મનોમન પશ્વ્રાતાપ અનુભવવો
16. છાણના દેવને કપાસિયાની આંખો - જેવો માણસ તેવો વ્યવહાર કરવો
17. જમવામાં જગલોને કૂટવામાં ભગલો - મહેનત બીજો કરે અને ફળ બીજા કોઇ મેળવે
18. જર, જમીન અને જોરુ, ત્રણે કજિયાના છોરું - ઝવેરાત, જમીન અને પત્ની માટે જગતમાં મોટાં સંઘર્ષ થાય છે
19. જાગતાની પાડીને સૂતેલાનો પાડો - જાગ્રત માણસને બીજા કરતાં વધુ લાભ મળે
20. જાગ્યા ત્યાંથી સવાર - દોષ સમજાય કે તરત છોડવો
21. જીવતો નર ભદ્રા પામે - જીવતો માણસ ગમે ત્યારે સાજો થાય
22. જે ગામ જવું નહિ તેની શી વાત - જે કામ ન કરવું તેની શી કથા
23. જેણે મૂકી લાજ તેનું નાનું સરખું રાજ - લાજશરમ છોડનારનું કોઇ નામ ના લે
24. જેવી દ્દષ્ટિ તેવી સૃષ્ટિ - જેવા પોતો તેવા બીજા
25. ઝાઝી કીડીઓ સાપને તાણે - એકતા હોય તો ગમે તેવું અશકય કામમાં સફળતા મળે
26. ડાંગે માર્યાં પાણી જુદાં ન પડે - એક લોહીવાળામાં ઝટ કુસંપ ન કરાવી શકાય
27. ડાહી સાસરે ન જાયને ગાંડીને શિખામણ આપે - પોતે કાર્ય ન કરે અને બીજાંને કાર્ય આપે
28. તરણા ઓથે ડુંગર - માયારૂપી તરણાને લીધે સત્ય દેખાતું નથી
29. તાંબાની તોલડી તેર વાનાં માગે - ઘરસંસારમાંડો ત્યારે ઘણી ચીજસામગ્રી જોઇએ
30. દગો કોઇનો સગો નહિ - કપટ કરનારને નુકસાન થયા વિના રહેતું નથી
31. દયા ડાકણને ખાય - દયા કરવા જતા આફત આવે
32. દીકરીને ગાય દોરે ત્યાં જાય - દીકરી અને ગાયને બીજાની ઇચ્છા મુજબ જ વર્તવાનું હોય છે
33. દીવા પાછળ અંધારું - જાણીતા માણસના મરણ પછી નમાલો માણસ આવવાને લીધે ફેલાતી અંધાધૂંધી
34. દીવા પાછળ અંધારું - વડીલ તેજસ્વી અને વારસદાર નપાવટ
35. દુ:ખનું ઓસડ દહાડા - શોક દૂર કરવાનો ઉત્તમ ઇલાજ ધીરજથી સમય પસાર કરવો તે
36. દુકાળમાં અધિક માસ - મુશ્કેલીમાં ઉમેરો થવો
37. દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ - એકવાર કડવો અનુભવ થયા પછી ખૂબ સાવચેતીપૂર્વક વર્તવું
38. દૂરથી ડુંગર રળિયામણા - દૂરથી બધુ જ સુંદર દેખાય નજીક જઇએ ત્યારે સાચી હકિકત જણાય
39. દોરડી બળે પણ વળ ન મૂકે - ગમે તેટલી ઠોકર વાગે છતાં માણસનો સ્વભાવ બદલાતો નથી
40. ધોબીનો કૂતરો નહીં ઘરનો ને ઘાટનો - બંન્ને પક્ષને સારું લગાડવા જતાં સમૂળગા ફેંકાય જવું



No comments:
Post a Comment