Gujarati Language For Talati, GSRTC Exam GSSSB Clerk Exam & Other Competitive Exam ('મ' થી 'વ' સુધી શરૂ થતી કહેવતો) by nirmal Bariya - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

31/01/2016

Gujarati Language For Talati, GSRTC Exam GSSSB Clerk Exam & Other Competitive Exam ('મ' થી 'વ' સુધી શરૂ થતી કહેવતો) by nirmal Bariya

Gujarati Language For Talati, GSRTC Exam GSSSB Clerk Exam & Other Competitive Exam ('મ' થી 'વ' સુધી શરૂ થતી કહેવતો)

'મ' થી 'વ' સુધી શરૂ થતી કહેવતો

1. મખમલની મોજડી માથે ન પહેરાય - જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે

2. મઠ વાવીને બાજરો લણવો - પરિશ્રમ કરીએ ત્યારે જીવન જીવાય એટલો રોટલો કમાઇ શકાય

3. મત ભાતને સવામણ કૂસકી - વસ્તુ શુદ્ધ ન હોવી

4. મન ચંગા તો કથરોટમાં ગંગા - અત:કરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી

5. મન હોય તો માળવે જવાય - પ્રબળ ઇચ્છા હોય તો સફળ થવાય

6. મરણમાં રાજિયાને વિવાહમાં ધોળ - જેવો પ્રસંગ હોય તેવું વર્તન કરાય

7. મા તે મા બીજા વગડાના વા - મા સમાન બીજું કોઇ નથી

8. માએ સવા શેર સૂંઠ ખાવી - તાકાત હોવી

9. માથા કરતાં પાઘડી મોટી - ગજા બહારનું કામ કે જવાબદારી

10. મુખમાં રામ બગલમાં છૂરી - દેખાવે સારો પણ દિલનો કપટી

11. મોરનાં ઇંડા ચીતરવાં ન પડે - મા-બાપના લક્ષણો બાળકમાં સહેજ ઊતરે

12. મોસળે જમણને મા પીરસનારી - સર્વ પ્રકારની અનુકૂળતા મળવી

13. રજનું ગજતે વાતનું વતેસર - નાની વાતને મોટું સ્વરૂપ આપવું

14. રાંટી ઘોડીએ પલાણ માંડી - હલકી વસ્તુથી કામ લીધું

15. રાત થોડીને વેશ ઝાઝા - સમય ઓછો હોય ને કામ વધુ હોય

16. રાત થોડીને વેશ ઝાઝા - સમય થોડાને કામ વધુ

17. રામ રાખે તેને કોણ ચાખે - પ્રભુ રક્ષે તેને કોઇ નુકસાન ન પહોંચાડી શકે

18. રામ રાખે તેને કોણ ચાખે - પ્રભુ રક્ષે તેને કોઇ નુકસાન પહોંચાડી શકે નહિ

19. રોકડા કરતા વ્યાજ વહાલું - પૌત્રો પ્રત્યે અપાર પ્રેમ વાત્સલ્ય રાખવું

20. લખતો ભૂલે ને તરતો ડૂબે - કામમાં જે પડે તેની ભૂલ થાય

21. લખ્યા લેખ મટે નહિ - નસીબમાં લખ્યું હોય તે થાય જ

22. લાંબા જોડે ટૂંકો જાય મરે નહિ તો માંદો થાય - કોઇનો વાદ કરવો નહિ પોતાની શક્તિ પ્રમાણે કરવું

23. લીલા વનના સૂડા ઘણાં - લાભ દેખાય ત્યાં ઘણા આવે

24. લુંટાયા પછી ભો શો - બધુ ગુમાવ્યા પછી ડરવું નક્કામું

25. લુચ્ચાની પાંચશેરી ભારે - કપટ કરનાર માણસ જીતે

26. લેવા ગયો બકરી ને ખોળી આવ્યો ઊંટ - થોડુ સુખ લેવા જતા મોટું દુખ આવ્યું

27. લોકની લાજે કે પેટની દાઝે - લાચાર પરિસ્થિતિ

28. લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ન મરે - લોભ કરનાર છેતરાય છે

29. લોભે લક્ષણ જાય - લોભથી નુકસાન પહોંચે

30. વખતની વાત વખતે છાજે - જે કાળે જે કરવું જોઇએ તે કરવું

31. વગ કરે પગ - લાગવગથી પ્રવેશ મળે

32. વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો - બીજાનું જે થવાનું હોય તે થાય પણ પોતાને તો લાભ થવો જ જોઇએ

33. વરને કોણ વખાણે તો કહે વરની મા - પોતાનું એટલું જ સારું એમ સૌ કોઇ કહે

34. વાંસના કજિયા વન બાળે - નાની વસ્તુને કારણરૂપ બતાવી મોટું રૂપ આપવું

35. વાડ વિના વેલો ન ચઠે - ઊંચું સ્થાન મેળવવા કોઇ મોટાની ઓથ હોવી જોઇએ

36. વાવે કલજીને લણે લવજી - મહેનત પહેલો કરે અને ફળ બીજો ખાય

37. વાવે તે લણેને ખોદે તે પડે - જેવુ કાર્ય કરે તેવું ફળ

38. વાસી વધે નહિ ને કૂતરા ને મળે નહિ - પ્રમાણસરનું હોવું

39. વિદ્યાહીન નર તે પશુ - ભણેલો જ માણસ ગણાય

40. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ - વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બગડે

41. વેળા વેળાંની છાંયડી - મનુષ્ય કરતા સમય બળવાન

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot