● 'વ' થી શરૂ થતા
1. વચનમાં શૂરા હોવું - વચનમાં વિશ્વાસ રાખી શૌર્ય સાથે જીવવું
2. વરસ કૂતરાંને નાખવાં - જીવન એળે જવું, આયુષ્ય વેડફાવું
3. વરે પડવું - ઠેકાણે પડવું
4. વલો પડવો - નિષ્ફળ જવું
5. વશનું માણસ હોવું - લાગવગ હેઠળનું માણસ હોવું
6. વહેતી નીકે પગ દેવો - ખલેલ કરવી, ચાલતા કામમાં વિઘ્ન નાખવું
7. વળતાં પાણી થવાં - જોર ઓછું થવું
8. વા આવે તેમ કરવું - મનમાં આવેતેમ કરવું
9. વાજ આવવું - ત્રાસી જવું
10. વાટ પડવી - ધાડ પડવી, લૂંટ થવી
11. વાણાતાણા કરવા - ગૂંચવી નાખવું
12. વાત ખાઇ જવી - જવાબ ન આપવો, મોદ્દો દબાવી દેવો
13. વાસીદામાં સાંબેલું જવું - અશક્ય કામ દેખાવું
14. વાળ ઊભા થવા - રોમાંચ થવો
15. વીંટીમાંનું નગ હોવું - લુચ્ચું હોવું
16. વીસ વસા થવું - પાર ઊતરવું
17. વેઠે કંકોડી દળવી - નકામો પ્રયત્ન કરવો
18. વેતરણ રાખવી - સગવડ રાખવી
19. વેળા ભજવી - ઓચિંતી ભારે આફત આવવી
● 'શ' થી શરૂ થતા
20. શંખ ફૂકવો - હારી જઇ અધવચ્ચે પડતું મૂકવું
21. શંખ વાગવો - ખાલીખમ થઇ જવું
22. શગ સંકોરવી - દીવાની જ્યોત પ્રજવલિત કરવી
23. શાલ ઓઢાડવી - બક્ષિસ આપવી, નિંદા કરવી
24. શિખરે પડવું - કોઇ કામને ઉચ્ચ રીતે પાર ઉતારવું
25. શુક્રવાર વળવો - લાભ થવો
26. શેઠ મટીને વાણોતર થવું - ઊંચા સ્થાનેથી નીચા સ્થાને જવું
'સ' થી શરૂ થતા
27. સંઘ કાશીએ જવો - મનની મુરાદ પાર પડવી
28. સગડી માથે લેવી - બીજાની આપદા વહોરી લેવી
29. સપાટો કાઢી નાખવો - ખો ભૂલાવી દેવી, ધમકાવવું, મારવું
30. સરાણે ચડવવું - આરંભ કરી આપવો
31. સવા મણની તળાઇમાં સૂવું - નિશ્વ્રિંત થવું
32. સસલાનું શિંગડું શોધવું - ફોગટ ફાંફાં મારવા
33. સળ ન સૂઝવી - કશી ગમ ન પડવી
34. સળ બેસાડવા - બરાબર સમજાવી લેવું
35. સાંધા કરવા - આઘાપાછી કરવી, સાચી ખોટી વાતો કરવી
36. સાતપાંચ ગણવા - નાસી જવું
37. સાતે આકાશ તૂટી પડવા - ભારે આફત આવી પડવી
38. સિંદુર ફેરવવું - ધૂળમાં મેળવવું, નકામું કરી દેવું
39. સૂકા ભેગું લીલું બળવું - ખોટા સાથી સાચાને અન્યાય થવો
40. સૂકો વાંસ મારવો - ચોખ્ખી ના પાડવી
41. સૂરજ તપતો હોવો - ચડતી હોવી
42. સે પૂરવી - ટેકો આપવો, મદદગાર નીવડવું, બરકત જણાવવી
43. સોના સાઠ કરવા - આબરૂ ખોવી, ખોટ ખાવી
44. સોનાના દિવસો બેસવા - ચારેબાજુથી સુખશાંતિ આવવી
● 'હ' થી શરૂ થતા
45. હબક લાગવી - હેબતાઇ જવું, સ્તબ્દ થઇ જવું
46. હમચી ખૂંદવી - નાચ્યાં કરવું, ધમાલ કરવી
47. હવામાં હીંચકા ખાવા - કામધંધા વિના રહેવું, ઝોલા ખવાવાં
48. હળદર ફટકડી કરવી - આબરૂ ઘટે તેમ કરવું, નુકસાનીમાં ઉતારવું
49. હાંડકા ચોરવા - આળસ કરવી
50. હાડ જવું - ખરું રૂપ પ્રકાશવું, વંઠી જવું
51. હાથે પગે લાગવું - આજીજી કરવી
52. હાથે વાળો મેળવવો - પરણાવવું, હાથોહાથની લડાઇ કરવી
53. હામી ભરવી - જામીન થવું, બાંયધરી આપવી
54. હાર ઉતારવો - ટેક ઓછો કરવો, નરમ પડવું
55. હોડાહોડ હોવું - પૂરેપૂરા હોવા
No comments:
Post a Comment