LEAVING CERTIFICATE AE UMAR ( AGE VERIFICATION ) MATE KANOONI DASTAVEJ - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

01/03/2016

LEAVING CERTIFICATE AE UMAR ( AGE VERIFICATION ) MATE KANOONI DASTAVEJ

શાળા છોડયાનું પ્રમાણ પત્ર ઉંમરનો કાનુની દસ્‍તાવેજ

સુપ્રિમ કોર્ટનો મહત્‍વનો ચૂકાદોઃ સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદાને રદ કર્યો અને કોર્પોરેશનને આદેશ આપ્‍યો કે તે નવી પસંદગીની પ્રક્રિયા શરૂ કરે. અપીલકર્તાને યોગ્‍ય ઉમેદવારોમાં સામેલ કરે

નવી દિલ્‍હી તા. ૧ :.. સુપ્રીમ કોર્ટે એક મહત્‍વપૂર્ણ ચુકાદામાં કહયું છે કે હાયર સેકન્‍ડરી સ્‍કૂલ લીવીંગ સર્ટીફીકેટ ઉંમરનું એક કાનૂની પ્રમાણ છે. જેને સ્‍વીકારવું જોઇએ.

   કોર્ટે કહયું કે જયારે સેકેન્‍ડરી સ્‍કુલ લીવીંગ સર્ટીફીકેટને એક પુરાવા રૂપે સ્‍વીકારવામાં આવી રહયું છે. તો એ સામાન્‍ય બાબત છે કે હાયર સેકેન્‍ડરી સ્‍કુલ લીવીંગ સર્ટીફીકેટને ઉંમરનું પ્રમાણ પત્ર માનવામાં આવે ? આ કહીને કોર્ટે આ મામલે આપેલા હાઇકોર્ટ ના ચુકાદાને રદ કર્યો છે. કોર્ટે કહયું કે ઉમેદવારની અરજી તે આધારે ફગાવી દેવી છે તેને ઉમર પ્રમાણ માટે ધોરણો મુજબ સેકેન્‍ડરી સ્‍કુલ લીવીંગ સર્ટીફીકેટના આપ્‍યું નહોતું. તેથી સ્‍વીકારવામાં આવી શકે નહિં.

   અરજીકર્તાએ પેટ્રોલ-ડીઝલ એજન્‍સી માટે આવેદન આપ્‍યું હતું. તેમાં તેને ઉંમરના પ્રમાણ માટે હાયર સેકેન્‍ડરી સ્‍કુલ લીવીંગ સર્ટીફીકેટ લગાવ્‍યું હતું. ઓપલ કોર્પોરેશને તેની અરજી ફગાવી દીધી અને કહયું કે તેનું ઉમરનું પ્રમાણ પત્ર ધારા-ધોરણો મુજબ નહોતું.

   હાઇકોર્ટે માન્‍યું કે તેની અરજી ટેકનીકી આધારો પર ફગાવી દેવામાં આવી હતી, પરંતુ તેને કહયું કે કોર્પોરેશનને જાહેરાતની શરતોમાં સંશોધન કરવાનો આદેશ આપવો એ યોગ્‍ય નથી.

   જસ્‍ટીસ કુરીયન જોસેફ અને જોસ્‍ટેસ આર. એફ. નરિમનની પીઠે ચુકાદામાં કહયું કે શરતો મુજબ એક સોગંદનામું પણ ઉમરના પ્રમાણ માટે પુરતુ છે. એવામાં જયારે સેકેન્‍ડરી સ્‍કુલ લિવિંગ સર્ટીફીકેટ યોગ્‍ય શરતોને પુર્ણ કરે છે. તો અમે એ સમજવામાં નિષ્‍ફળ રહયા છીએ કે હાયર સેકેન્‍ડરીનું સ્‍કુલ લીવીંગ સર્ટીફીકેટ કેવી રીતે આ પ્રમાણ માટે યોગ્‍ય નથી.

   કોર્ટે હાઇકોર્ટના ચુકાદાને ફગાવી કોર્પોરેશનને આદેશ આપ્‍યો કે તે પસંદગીની  પ્રક્રિયા નવી રીતથી શરૂ કરવામાં આવે. કોર્પોરેશન અપીલકર્તાને તે યોગ્‍ય ઉમેદવારોમાં સામેલ કરે. જેને તેને યોગ્‍ય ગણાવ્‍યું છે.
 More details
http://www.akilanews.com/01032016/main-news/1456812359-78538

Post Top Ad

Your Ad Spot