JAVNVA JEVU :- GUJARAT NU TITANIC :---- "" JAHAJ VAITARNA "" - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

22/11/2015

JAVNVA JEVU :- GUJARAT NU TITANIC :---- "" JAHAJ VAITARNA ""

🚢🚢🚢🚢🚢🚢🚢
     જહાજ વૈતરણા
🚢🚢🚢🚢🚢🚢🚢                 હાજી કાસમની વીજળી
🚢🚢🚢🚢🚢🚢🚢

⛵એ. જે. શેફર્ડ અને કુાં, મુંબઈની માલિકીનું જહાજ હતું.

⛵આ જહાજ ૮ ડિસેમ્બર ૧૮૮૮ ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડાંમાં માંડવીથી મુંબઈ જતી વખતે ખોવાઈ ગયું હતું.

⛵આ દુર્ઘટનામાં ૭૪૦થી વધુ લોકો ખોવાઈ ગયા હતા.

⛵ આ ઘટનાને કારણે ઘણાં દરિયાઈ કાવ્યો અને લોકગીતો રચાયા છે.
➖➖➖➖➖➖➖

⛵આ જહાજને વૈતરણા નામ મુંબઈ વિસ્તારની વૈતરણા નદી પરથી અપાયું હતું.

⛵ જહાજનું હુલામણું નામ વીજળી હતું, કારણ કે જહાજ વીજળીના ગોળાઓ વડે પ્રકાશિત હતું.

⛵જહાજને ઘણીવાર "ગુજરાતના ટાઈટેનિક" તરીકે ઓળખવામાં આવે છે,

⛵જોકે ટાઈટેનિક તેનાં ૨૪ વર્ષ પછી ડૂબ્યું હતું.

🚢🚢🚢👇👇

🚢🚢🚢🚢🚢🚢🚢
           निर्माण
🚢🚢🚢🚢🚢🚢🚢

⛵વૈતરણા ગ્રેંજમથ ડોકયાર્ડ કાું. લિ. દ્વારા ૧૮૮૫માં બનાવવામાં આવેલું વરાળથી ચાલતું અને સ્ટીલથી બનેલું જહાજ હતું.

⛵તેને બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા.

⛵તેમાં ત્રણ મજલા, પચ્ચીસ ઓરડા હતા અને બે જહાજસ્થંભો હતા.

⛵ તેની વજન ક્ષમતા ૨૯૨ ટન હતી જેમાં ૨૫૮ ટન તૂતકની નીચે હતી.

⛵વરાળ એન્જિનને બે સિલિન્ડર હતા, જેનો વ્યાસ ૨૧" હતો અને જે ૪૨" અને 30" ના હડસેલા વડે ૭૩ હોર્સપાવર શક્તિ ઉત્પાદન કરતા હતાં.

⛵ આ એન્જિનનું ઉત્પાદન ડુન્સમુર એન્ડ જેક્સન, ગ્લાસગોએ કર્યું હતું.

⛵જહાજની લંબાઈ ૧૭૦.૧ ફીટ, પહોળાઈ ૨૬.૫ અને ઊંડાઈ ૯.૯ ફીટ હતી.
🚢🚢🚢👇👇

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot