આણંદ જિલ્લાની સરકારી શાળાઓમાં ર૦૦થી વધુ વિજ્ઞાન,ગણિત વિષય શિક્ષકોની ઘટ
જિલ્લાની કુલ ૧૦૩ર પૈકીની પપ૦ શાળાઓમાં મહેકમ મુજબના શિક્ષકોના અભાવથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને સીધી અસર
આણંદ, ખેડા જિલ્લાની શાળાઓમાં પણ આ દિવસે શાળા પૂરતા વિજ્ઞાનમેળા, વિજ્ઞાનની નવી શોધખોળ વિશેની જાણકારી આપવા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ગંભીર બાબત એ છે કે આણંદ જિલ્લાની સરકારી શાળાઓમાં ર૦૦થી વધુ વિજ્ઞાન, ગણિત વિષય શિક્ષકોની ઘટ છે. જેના કારણે પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોમાં જ પૂરતું જ્ઞાન સાંપડતું ન હોવાની દ્વિધાભરી સ્થિતિ લાંબા સમયથી જોવા મળી રહી છે.
ધો.૮ને પ્રાથમિકમાં સમાવેશ કર્યા બાદ આણંદ જિલ્લામાં મોટાભાગના પરાં વિસ્તારોમાં ધો.૧થી પની સરકારી શાળાઓ આવેલી છે. જયારે અન્ય સ્થળોએ ધો.૬થી ૮ અને ધો.૧થી ૮ની પ્રાથમિક શાળાઓ આવેલી છે. દોઢેક વર્ષ અગાઉ સરકારી શાળાના બાળકોને પણ વિજ્ઞાન, ગણિત સહિતના મહત્વના વિષયોમાં વિષય શિક્ષક દ્વારા શિક્ષણ મળી રહે તે હેતુસર રાજય શિક્ષણ વિભાગ દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત આણંદ જિલ્લામાં પણ વિષય શિક્ષકો સહિતના શિક્ષકોની ઘટનો અહેવાલ મોકલવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યાનુસાર જિલ્લાની પપ૦ સરકારી શાળાઓમાં મહેકમ મુજબના શિક્ષકો મૂકવામાં આવ્યા છે. પરંતુ બાકીની ધો.૬થી ૮ની અંદાજે ર૦૦ શાળાઓમાં ગણિત, વિજ્ઞાનના વિષય શિક્ષકોની ઘટ હોવાનું જોવા મળી રહ્યું છે. આ અંગે જિલ્લા શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા વિષય શિક્ષકની ભરતી અંગેના કેમ્પ યોજીને ઘટ પૂરવા પ્રયાસ કરી રહી છે. પરંતુ મોટાભાગે અન્ય સ્થળે નોકરી કરતા શિક્ષકો પરીક્ષામાં ઉર્તીણ થયા બાદ ફરજ પર હાજર થતા નથી. ઉપરાંત ખાસ વિષય સાથે શિક્ષક બનવાની શૈક્ષણિક લાયકાત ધરાવતા કેટલાક યુવા ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ તરફ વળી રહ્યા છે. જેના કારણે શિક્ષકોની ઘટ રહેવા પામી છે. જો કે નવા સત્રમાં વિષય શિક્ષકોની ઘટ પૂરવા રાજય શિક્ષણ વિભાગ દ્વારા સક્રિયપણે આયોજન કરવામાં આવી રહ્યાનું સૂત્રોએ ઉમેર્યુ હતું.
વધુમાં પરાં વિસ્તારમાં ધો.૧થી પની સરકારી શાળાઓમાં વિષય શિક્ષકોની આવશ્યકતા હોતી નથી. છતાંયે કેટલીક પ્રાથમિક શાળાઓમાં હજીયે શિક્ષકોની ઘટની સમસ્યા જોવા મળી રહી છે. જેના કારણે ઘણીવાર એકથી વધુ ધોરણના બાળકોને એક જ વર્ગમાં એકઠાં બેસાડીને શિક્ષણ આપવામાં આવતું હોવાની સ્થિતિ પણ જોવા મળે છે.
For more details
sardargurjari.com/visitor/DetailView.aspx?NewsId=28234&m=1