SARDAR PATEL UNI. DWARA RESULT MA VILAMB THATA STUDENTS NI REGISTRAR NE RAJUVAAT - BRIJ....MAAHI....KHANT
Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

TO GET EDUCATIONAL UPDATE SAVE
8140010900
TO YOUR GROUPS

OR

TO GET BROADCAST MESSAGE @ YOUR WHATS APP
WRITE "JOIN"
AND SEND TO ME

28/02/2016

SARDAR PATEL UNI. DWARA RESULT MA VILAMB THATA STUDENTS NI REGISTRAR NE RAJUVAAT

સરદાર પટેલ યુનિ. દ્વારા પરિણામોમાં વિલંબ થતાં વિદ્યાર્થીઓની રજિસ્ટ્રારને રજૂઆત



સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ પરીક્ષાઓના પરિણામોમાં વિલંબ થતાં સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો કરી રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના સિન્ડિકેટ સદસ્ય તેમજ આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના સીઈઓ પાર્થ બિપીનચંદ્ર પટેલે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ઓકટોબર - નવેમ્બર માસમાં પૂર્ણ થયેલ હોવા છતાં એફવાય બીએસસી, એસવાય બીએસસી અને ટીવાય બીએસસીના પરિણામો જાહેર થયા નથી. જેથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.


વાઈસ ચાન્સેલર ડો. હરિશ પાઢે પરિણામો તાજેતરમાં આપવામાં આવશે તેમજ પરીક્ષા વિભાગની ક્ષતિઓ સુધારવા તેમજ એપ્રિલ-મેની પરીક્ષાઓના પરિણામો ઝડપથી જાહેર કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી. સમગ્ર શૈક્ષણિક સ્ટાફની સાથે સાથે વાલીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. સ.પ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. હરિશ પાઢ તથા પરીક્ષા વિભાગના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર નીલેશભાઈને લેખિતમાં રજૂઆત કરી વિદ્યાર્થીઓને પડતી હાલાકી વિશે વિસ્તૃતમાં માહિતગાર કર્યા હતા. આ પ્રંસગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેનર સાથે ઉપસ્થિત રહી પોતાની વ્યથા જણાવી હતી. અંતમાં રજિસ્ટ્રારે વિદ્યાર્થીઓને આ પ્રશ્નો ઝડપી નિકાલ લાવવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.

For more details
sardargurjari.com/visitor/DetailView.aspx?NewsId=28216&m=1

Post Top Ad

Your Ad Spot